મહિલાના સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલાયા : કુલ ચારના પેન્ડિગ રિપોર્ટ મોરબી : મોરબીમાં ગતમોડી રાત્રે વધુ એક મહિલાને કોરોનાના શંકસ્પદ લક્ષણો દેખાતા તેને સિવિલ હોસ્પિટલમાં આઇસોલશેન વોર્ડમાં દાખલ કરાઈ છે. આ મહિલાના સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલાયા છે. જ્યારે આ સાથે કુલ ચારના પેન્ડિગ રિપોર્ટ આજ સાંજ સુધીમાં આવી જવાની શક્યતા છે. મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ આવાસ કોલોનીમાં રહેતી 31 વર્ષની મહિલાને ગતમોડી રાત્રે કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને સિવિલ હોસ્પિટલના આઇસોલશેન વોર્ડમાં દાખલ કરાઈ હતી અને તેના સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલાયા છે. જોકે ગઈકાલના ત્રણ કેસ પેન્ડિગ હતા અને એમાં આ કેસ સહિત ચારના રિપોર્ટ પેન્ડિગ છે. જે આજ સાંજ સુધીમાં આવી જશે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/