યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અગાઉ એક વખત રાશનકીટ આપ્યા બાદ આ વિસ્તારના મજૂરોએ વિડિઓ મેસેજથી સરકાર પાસે મદદ માંગવાની વચ્ચે આજે ફરીથી મંજૂરોને રાશન કીટ અપાઈ : જોકે આવા મંજૂરો માટે જરૂરી વ્યવસ્થા તંત્ર દ્વારા પણ કરવી જરૂરી મોરબી : મોરબીના કબીર ટેકરીમાં આવેલા વિસ્તારમાં 200થી વધુ પરપ્રાંતીય મજૂરો ભાડેની ઓરડીઓમાં રહે છે. આ મુજરોને પ્રથમ લોકડાઉનની શરૂઆતમાં મોરબીના યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા રાશનકીટ વિતરણ કરવામાં આવી હતી. અને આ મજૂરોની ઓરડીઓના માલિક યોગેશ અગેચણિયા દ્વારા પણ ભાડા માફી અને અન્ય જરૂરી સહાયતા કરાઈ હતી. પરંતુ લોકડાઉન લંબાતા આ વિસ્તારના મજૂરોને ફરીથી રાશનની તકલીફ સર્જાઈ હોવાનું ઓરડીના માલિક દ્વારા યંગ ઇન્ડિયા ગ્રૂપને જાણ કરાઈ હતી.. જેથી, ગઈકાલે સવારે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ મજૂરોને ચાર દિવસની રાશન કીટ પોહચડવાની વ્યવસ્થા કરાઈ હતી. અને ત્યાર બાદ જરૂર જણાયે આ મજૂરો માટે જમવાની વ્યવસ્થા કરવાની ખાત્રી આપવામાં આવી હતી. જોકે આ દરમિયાન આ વિસ્તારના મજૂરો દ્વારા વિડિઓ મેસેજથી સરકાર પાસે મદદ અને તેમના વતન પહોંચાડવાની માંગણી કરતો વિડિઓ વાયરલ થયો હતો. જેથી, આ મજૂરોનો મદદ માટેનો વિડિઓ મેસેજથી સ્થાનિક તંત્ર પણ મજૂરો પાસે પોહચ્યું હતું. જોકે ત્યાર પહેલા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મદદ પોહચી ગઈ હોવાથી ત્યાંના પરપ્રાંતીય મજૂરોએ તેમને હાલ રાશનની વ્યવસ્થા થઈ ગઈ છે પરંતુ તેઓને વતન પરત જવાની વ્યવસ્થા કરવાની માંગણી કરી હતી. તંત્ર દ્વારા હાલતો સમજાવટથી મામલો થાળે પાડ્યો છે. પરંતુ સ્વૈચ્છીક સંસ્થાઓની સાથે સરકાર દ્વારા પણ આવા છૂટક મંજૂરી કરતા પરપ્રાંતીય મજૂરો માટે પણ લોકડાઉન દરમિયાન વિનામૂલ્યે રાશન મળે તેવી વ્યવસ્થા કરે તે જરૂરી છે.