રૂ. 1 લાખ પ્રધાનમંત્રી ફંડ અને રૂ. 1 લાખ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યા મોરબી : કોરોનાની મહામારી સામે સમગ્ર દેશ ઝઝૂમી રહ્યો છે. તમામ વર્ગના લોકો પોતાનાથી બનતી આર્થિક સહાયને સરકાર સુધી પહોંચાડી રહ્યા છે. ત્યારે મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કોરોનાની લડાઈ માટે રૂ. 2 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. જેમાં મોરબી ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારો દ્વારા રૂ. 1 લાખ પ્રધાનમંત્રી ફંડ અને રૂ. 1 લાખ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવાયા છે. મોરબી ચેમ્બર ઓફ કોમર્સ પણ કોરોનાની લડાઈ માટે આગળ આવ્યું છે અને મોરબી ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારો દ્વારા કોરોનાની લડાઈ માટે અનુદાન આપવામાં આવ્યું છે. જેમાં મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ જે. પટેલ, ઉપપ્રમુખ જયુભા જાડેજા તેમજ સવજીભાઈ પટેલ બચુભાઈ પટેલ અને મોરબી ચેમ્બર ઓફ કૉમેર્સના સેક્રેટરી અમિતભાઈ સચદે તરફથી 1 લાખ રૂપિયા પ્રધાનમંત્રી ફંડમાં 1 લાખ રૂપિયા મુખ્યમંત્રી ફંડમાં કોરોનાની લડાઈ માટે મોરબીના કલેક્ટરને અર્પણ કરવામાં આવ્યા હતા.