ટંકારા : ટંકારા તાલુકાના તલાટી કમ મંત્રી લાલિતભાઈ ઠોરિયા ગઈકાલે રાતથી ગૂમ થયેલ હતા. તેઓ મોબાઇલ ફોન તેમજ બાઇક લઇને ગયા ન હતા. જેથી, પરિવારજનો ચિંતિત હતા અને તે કોઇ વાહનમાં બેસીને ટંકારા બાજુ ગયા હોવાની વિગત સામે આવી હતી. તેમજ તેઓએ રૂ. 3000 એટીએમમાંથી કાઢ્યા હતા. તેવામાં તેનું છેલ્લું લોકેશન મોરબીના બાયપાસ રોડ ઉપરનું આવ્યુ હતુ. જેથી, પરિવારજનો સહિતના સીસીટીવી કેમેરા ચેક કરી રહ્યા હતા. તે દરમિયાન ગુમ થયેલા તલાટી કમ મંત્રી લલીતભાઇ બપોરે તેના ઘરે હેમખેમ આવી ગયા છે.