મોરબી : મોરબીમાં સામાકાંઠા સ્થિત મહાપ્રભુજીની બેઠક દ્વારા આગામી તા. 18 એપ્રિલ શનિવારના રોજ ચૈત્ર વદ અગિયારસના દિવસે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના સંસ્થાપક શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 543માં પ્રાગટ્ય મહોત્સવનું આયોજન સાંપ્રત સમયમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનની પરિસ્થિતિના અનુસંધાને મોકૂફ રાખવામાં આવેલ છે. જેની મોરબીના વૈષ્ણવ સમાજે નોંધ લેવા મહાપ્રભુજીની બેઠકજીના ટ્રસ્ટીઓ દ્વારા યાદીમાં જણાવવામાં આવેલ છે.