કોરેન્ટાઈનના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે મોરબી : હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. આ બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જોકે લોકડાઉન 3 મેં સુધી લાંબાવાતા અગાઉના લોકડાઉનમાં મુકાયેલા નિયત્રણો 3 મેં સુધી યથાવત રહેશે. નોવેલ કોરોના વાયરસ COVID-2019ના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી જણાતા જિલ્લા અધિક કલેકટરશ્રી કેતન પી. જોષી દ્વારા સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૧૫/૪/૨૦૨૦ના જાહેરનામાથી સમગ્ર રાજ્યમા લોકડાઉનને તા.૩/૫/૨૦૨૦ સુધી લંબાવવામા આવેલ છે. જેથી તા.૩/૫/૨૦૨૦ના સમયગાળા દરમ્યાન મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમા પ્રતિબંધો ફરમાવવામા આવ્યા છે.જાહેરનામામાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લામાં જાહેર સ્થળોએ સક્ષમ સત્તાધિકારીની પૂર્વ લેખિત પરવાનગી વગર કોઈપણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા કે જે પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઈ આયોજન કરી શકાશે નહીં કે આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું નહીં. સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનધિકૃત/ ગેરકાયદેસર રીતે ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એક સાથે કોઈપણ જગ્યાએ એકઠા થવુ નહી. સમગ્ર મોરબી જિલ્લાના વિસ્તારમા કોઈપણ વ્યક્તિએ બીનજરૂરી રીતે ઘરની બહાર નીકળવુ નહીં કે અવર-જવર કરવી નહીં અને જિલ્લાની હદ ક્રોસ કરવી નહી તેમજ લોકડાઉનની ચુસ્ત અમલવારી કરવી. મલ્ટીપ્લેક્સ, સિનેમા કે નાટ્યગૃહો કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ કરવાના રહેશે.જીમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, સ્વિમિંગ પૂલ, ડાન્સ ક્લાસીસ, ગેઈમ ઝોન, ક્લબ હાઉસ, લાઈબ્રેરી કે જેમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવાના રહેશે.પાન-માવાના ગલ્લાઓ, સિગારેટ, બીડીની દુકાનો તથા આ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનોના કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય તેવી તમામ દુકાનો બંધ રાખવાની રહેશે. શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન ક્લાસ વગેરે સ્થળોએ તમામ પ્રકારના શૈક્ષણિક કાર્ય બંધ રાખવાના રહેશે. કોઈપણ વ્યક્તિ/સંસ્થા કોરોના વાયરસ અંગેની કોઈપણ પ્રકારની અફવા પ્રિન્ટ કે સોશીયલ મીડિયા મારફતે ફેલાવશે તો તે ગુનો ગણાશે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.વહીવટી તંત્રની સુચના અનુસાર હોમ ક્વોરોન્ટાઈન, આઈસોલેશન ક્વોરોન્ટાઈન પ્રોટોકોલનુ ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે. જો તેમ કરવામા નહી આવે તો તેમણે ફરજીયાતપણે મોરબી જિલ્લાના ક્વોરોન્ટાઈન વોર્ડમા ખસેડી એપેડેમિક ડિસીઝ એક્ટ-૧૮૯૭ની જોગવાઈ મુજબ દંડનીય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવશે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/