હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળી દ્વારા મુખ્યમંત્રીના રાહત ફંડમાં રૂ 51 હજાર જમા કરાવાયા હળવદ : હળવદ તાલુકાના શિક્ષકો કોરોનાની લડાઈ માટે આગળ આવ્યા છે જેમાં હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળી દ્વારા મુખ્યમંત્રીના રાહત ફંડમાં રૂ.51000 નો ચેક અધિક કલેકટરશ્રીને અર્પણ કરી માનવતા સાથે રાષ્ટ્ર ભક્તિના દર્શન કરાવ્યા હતા. ગુજરાત અને ભારતની ખમીરવંતી અને દિલેર દાનવીર લોકો જ્યારે જ્યારે દેશ પર કોઈ આફત આવે,મુશ્કેલીઓ આવે ત્યારે દેશ માટે લોકો તન,મન અને ધન ન્યોછાવર કરતા હોય છે હાલ જ્યારે સમગ્ર વિશ્વની સાથે ભારત દેશને જ્યારે કોરોના એ ભરડો લીધો છે અને સરકાર અને તંત્ર ને કોરોના મહામારી સામે લડવા માટે હિંમત અને બળ મળે એ માટે લોકો છુટા હાથે દાન આપી રહ્યા છે એ દાનમાં વધારો કરવા માટે હળવદ શિક્ષક મંડળી તરફથી રૂ.51000 નો ચેક અધિક કલેક્ટરશ્રીને અર્પણ કરી મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં જમા કરવા માટે આપી 'માનવ સેવા એજ પ્રભુ સેવા'ની ભાવનાને ચરિતાર્થ કરેલ છે અને રાષ્ટ્ર ભક્તિના દર્શન કરાવ્યા છે.