કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ જીનીગ અને ઓઈલમિલ, પેકેજીગ અને પોલીપેક અને કૃષિને લગત યુનિટોને મંજૂરી અપાઈ મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા જીવન જરૂરી ઉત્પાદન સાથે જોડાયેલા ઉત્પાદકોના યુનિટોને લોકડાઉનમાં ચાલુ કરવાની મજૂરી આપવાની ગાઈડલાઈન બાદ મોરબી જિલ્લામાં કુલ 206 યુનિટોએ ચાલુ કરવાની મંજૂરી માંગી હતી. જેમાંથી તંત્રએ હાલ 167 યુનિટોને શરતોને આધીન મંજૂરી આપવામાં આવી છે. મોરબી જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા મુજબ કુલ 206 યુનિટોએ ચાલુ કરવાની પરમિશન માંગી છે. જેમાંથી કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ જીનીગ અને ઓઇલ મિલના 49, પેકેજીગ અને પોલીપેકના 96 તેમજ મેડીકલના 16 અને ખાદ્ય પદાર્થો ઉત્પાદિત કરતા 4 એકમો તેમજ કૃષિ લગત ઉત્પાદન કરતા 1 અને અન્ય એક યુનિટ સહિત હાલમાં કુલ 167 યુનિટોને કોરોના બાબતની સરકાર મુજબની તમામ ગાઈડલાઈનના પાલન સાથે શરતોને આધીન ચાલુ કરવાની પરમિશન આપવામાં આવી છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/