રાજકોટ સારવારમાં રહેલા 3માં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાયા મોરબી : રાજકોટ સારવારમાં રહેલા મોરબીના બે બાળકો અને એક વૃદ્ધમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના રાજકોટથી સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલાયા છે. મોરબી શહેરમાં રહેતા 4 મહિનાના બાળક અને 2 વર્ષના બાળક તેમજ 55 વર્ષના વૃધ્ધ હાલ રાજકોટ સારવારમાં છે. જેમના કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સેમ્પલ લેવાયા છે. જેમના આજ સાંજ સુધીમાં રિપોર્ટ આવાની સંભાવના છે. ગઈકાલના મોરબી સિવિલમાં દાખલ મોરબીના વૃધ્ધા અને આજે રાજકોટ સારવારમાં રહેલા 3 લોકો સહિત કુલ ચાર લોકોના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/