મોરબી અપડેટમાં પ્રકાશિત થયેલા અહેવાલના સંદર્ભે મામલતદારની જાહેરાત : રમેશભાઇ ઠાકોરની રજૂઆત ફળી ટંકારા : મોરબી અપડેટમાં ગત તા. 13 એપ્રિલના રોજ હડમતિયા ગામના સામાજિક કાર્યકર તથા પુર્વ એસ.એમ.સી. અધ્યક્ષ રમેશભાઇ ઠાકોર દ્વારા ટંકારામાં મધ્યાહન ભોજન યોજનાથી વંચિત સરકારી શાળાના વિદ્યાર્થીઓને અનાજ તથા કન્ટીજન્સીની ફાળવણી અંગેની રજૂઆતના અનુસંધાને અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ અહેવાલનો સંદર્ભ લઇ ટંકારાના મામલતદાર આર. આર. પાદરીયા દ્વારા જિલ્લા નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાને લઇ મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર બંધ હોય તેવી ઉમિયાનગર પ્રાથમિક શાળા તથા MDM ગુજરાત સાઈટમાં અનરજીસ્ટર હોય તેવી અમરાપર (ધાર) પ્રાથમિક શાળા, નવા રાજાવાડ પ્રાથમિક શાળા તથા દેવળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને 21 દિવસનું અનાજ તથા કન્ટીજન્સી રકમ ફાળવવામાં આવેલ છે. જે માટે સસ્તા અનાજની દુકાનેથી શાળાના આચાર્યે અનાજનો જથ્થો ઉપલબ્ધ કરાવી વિદ્યાર્થીઓને કુપન આપી તાત્કાલિક વિતરણ કરવાનું રહેશે. તેમજ કુકીંગ કોસ્ટની રકમ સરકાર મારફતે ગ્રાન્ટ આવ્યા બાદ ચુકવવામાં આવશે. આમ, સામાજિક કાર્યકર રમેશભાઇ ઠાકોરે કરેલી રજૂઆત ફળી હતી. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/