યાર્ડના વેપારીઓને ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરી શકશે તે માટે પાસ અપાશે મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનને 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે. અને મોટાભાગના માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવ્યા છે. આથી, મોરબી એ.પી.એમ.સી. (માર્કેટીંગ યાર્ડ)ના વેપારીઓ દ્વારા ખેડુતો પાસેથી ખેત પેદાશની સીધી ખરીદી કરવાની વ્યવસ્થા ગોઠવવા માટે વેપારીઓને પાસ આપવામાં આવશે. જે માટે કલેક્ટર દ્વારા પોલીસ અધિક્ષકને એ.પી.એમ.સી. (માર્કેટીંગ યાર્ડ)ના દ્વારા આપેલ ઓળખપત્રને પોલીસને ચેકીંગ દરમ્યાન અધિકૃત ગણવા જરૂરી સુચનાઓ અપાઈ છે. તેમજ મામલતદારને વેપારીઓને ખરીદી કરવા માટે મજૂરોની સંખ્યા સાથે પાસ આપવા સૂચના અપાઈ છે.