મોરબી : લોકડાઉનના કારણે અનેક જાહેર તથા ખાનગી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. આથી, કાર્યક્રમોમાં પ્રેષકોનું મનોરંજન કરીને કમાણી કરતા કલાકારોની આવક બંધ થઇ ગઈ છે. ત્યારે આ કલાકારોને ભોજનની મુશ્કેલી ઉભી ન થાય તે માટે કલાકાર એસોસિએશનના હોદેદારો દ્વારા બીજીવાર રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબીના કલાકાર એસોસિએશનના પ્રફુલભાઇ મિસ્ત્રી, અતુલભાઈ વાઘેલા, પ્રશાંતભાઈ ગજ્જર (OB ઇવેન્ટ), ચેતનભાઈ દવે (સાંઈ સાઉન્ડ) દિલીપભાઈ સોલંકર (વેલકમ ઓર્કેસ્ટ્રા), રમેશભાઈ ભદ્રા (અંજલિ ઓર્કેસ્ટ્રા) સહિતના હોદેદારો દ્વારા કલાકારોની મેડિકલ સારવાર માટે એકત્ર કરાયેલા ફાળામાંથી જરૂરિયાતમંદ કલાકારોને બીજીવાર એક મહિના સુધી ચાલે તેટલા જીવનજરૃરિયાતના રાશનની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.