મોરબી : મોરબીમાં આજે બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આબેકડરની જન્મજ્યંતીની પોલીસ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આજે 14મી એપ્રિલ ડો. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે લોકડાઉન અમલમાં હોય ગાંધી ચોક ખાતે આવેલ બાબાસાહેબની પ્રતિમાને મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલા તથા એ-ડિવીઝન પી.આઇ., એ ડિવિઝનના અધિકારીઓ અને સ્ટાફ તથા નગરપાલિકા ચીફ ઓફીસર વિગેરે દ્વારા ફુલહાર કરવામાં આવેલ છે. તેમજ ડૉ. આંબેડકરને પુષ્પાંજલિ અપર્ણ કરી હતી.