અશોકભાઈને દવાખાને લઇ જનાર ટેક્ષી ડ્રાયવરના પણ સેમ્પલ લેવાયા : આજે સાંજે સાતના રિપોર્ટ આવશે મોરબી : મોરબીમાં એક કોરોના પોઝિટિવ કેસની વચ્ચે સોમવારે લેવાયેલા પાંચ સેમ્પલ ઉપરાંત કોરોના પોઝિટિવ અશોકભાઈના પત્નીના ફરીથી સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલાયા છે. આ ઉપરાંત તેમના ટેક્ષી ડ્રાયવરના પણ સેમ્પલ લેવાયા છે. આમ આજે સાંજે મોરબીના કુલ સાત લોકોના રિપોર્ટ જામનગરથી આવશે. મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા અશોકભાઈ સિઘ્ધપરાને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના પત્નીના અગાવ સેમ્પલ લઈ રિપોર્ટ કારવાયો હતો. જે નેગેટિવ આવ્યો હતો. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગ રૂપે ફરીથી અશોકભાઈના પત્નીના સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલાયા છે. આ ઉપરાંત તેમને દવાખાને લઈ જનાર ટેક્ષી ડ્રાયવરના પણ સેમ્પલ મોકલાયા છે. આમ આજે સાંજે એક મૃતક બાળક સહિત મોરબીના કુલ સાત લોકોના રિપોર્ટ જામનગરથી આવશે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/