ધ્રોલ પાસેના જોડિયાના અંબાળા ગામના પરિવારના બાળકને ગઈકાલે કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયું હતું : રિપોર્ટની જોવાતી રાહ મોરબી : મોરબીમાં એક કોરોના પોઝિટિવ કેસ બાદ નોંધાયેલા તમામ શંકાસ્પદ કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે સોમવારે બે બાળકો સહિત કુલ પાંચ લોકોને કોરોના શંકાસ્પદ જણાતા તેમના સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલાયા છે. જેમના રિપોર્ટ આજે સાંજે આવશે. ત્યારે શંકાસ્પદ લક્ષણો સાથે મોરબી સિવિલના આઇસોલેશનમાં સારવારમાં રહેલા એક વર્ષના બાળકનું રિપોર્ટ આવ્યા પહેલા જ મૃત્યુ નિપજતા ઘેરા શોકની લાગણી છવાઈ છે. મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સોમવારે કુલ પાંચ લોકોને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાયા દાખલ કરાયા હતા. જેમાં ધ્રોલ પાસે જોડિયા તાલુકાના અંબાળા ગામના પરિવારના એક વર્ષના બાળકનું આજે વહેલી સવારે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બાળકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા હોવાથી તેની સલામત રીતે અંતિમક્રિયા કરવામાં આવી હતી. અને બાળકનો કોરોનાનો રિપોર્ટ હજુ આવવાનો બાકી હોય તેના માતા પિતાને પણ હજુ હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યા છે. જોકે આ બાળક અને તેના પરિવારની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાથી બાળકનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવે તેવી પુરી શકયતા છે. આજે સાંજ સુધી આ મૃતક બાળક સહિત કુલ પાંચ લોકોના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/