સેમ્પલ લઈને રિપોર્ટ મોકલાવી તજવીજ હાથ ધરાઈ મોરબી : મોરબીમાં એક વર્ષના મૃતક બાળક સહિત સાત લોકોના કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ એક વૃદ્ધાને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને મોરબીની સિવિલ હોસ્પિટલના આઇસોલશેન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.તેમના સેમ્પલ.લઈને રિપોર્ટ મોકલાવી તજવીજ હાથ ધરાઈ છે. મોરબી આજે સવારથી એકપણ કોરોનાના શંકાસ્પદ કેસ ન નોંધાયા બાદ સાંજે એક કોરોનાના શંકાસ્પદ કેસ સામે આવ્યો છે.જેમાં આજે સાંજે મોરબીના રવાપર રોડ ઉપર રહેતા વૃદ્ધાને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા હાલ તેમને સિવિલ હોસ્પિટલના આઇસોલશેન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમના સેમ્પલ.લઈને જામનગર રિપોર્ટ માટે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે અને કાલે તેમના રિપોર્ટ આવી જશે અત્રે ઉલ્લેખનીય છે કે, આજે આ એક જ મોરબીમાં વૃદ્ધાને કોરોનાના શંકાસ્પદ કેસ સામે આવ્યો છે.