ટંકારા : વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાએ ભારતને પણ કનડવાનુ શરૂ કરતા મહામારીથી બચવા દેશને લોકડાઉન કરાતા ટંકારા પંથકના ગરીબ પરીવારોનો ચુલો સળગતો રહે તેવી ભાવના સાથે ટંકારાના ધારાસભ્યે સેવાભાવી મિત્રો સાથે સંકટ સમયે સ્વજન બની રાશનકિટો જરૂરીયાતમંદોને પહોંચાડી ખરી લોક સેવા કરી છે. ધારાસભ્ય જાતે ગામડામા પહોંચી જઈ રાશન કિટ વિતરણ કરી રહ્યા છે. ગરીબ પરીવારોને કપરા સમયમા ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા તેમની ટીમના ભૂપત ગોધાણી, દુષ્યંત ભૂત, જી.પં.સદસ્ય જગદીશ કામરીયા સહિતનાઓએ માનવસેવાની લાગણી સાથે લોકડાઉનમા અઠવાડીયુ ચાલે ઍટલા રાશનની કિટો ગરીબોના આશિયાને પહોંચાડી ખરા સમયે લોકસેવકની ફરજ અદા કરી લોકસેવાની મહેંક પ઼સરાવી હતી. હાલ ધારાસભ્ય કગથરાઍ જાતે અત્યાર સુધીમા પંથકના મિતાણા, પ઼ભુનગર, છતર, ગણેશપર, વાછકપર, સખપર, કોઠારીયા, નેકનામ, ધ઼ોલીયા, હમીરપર સહિતના ગામડા જાતે ખુંદી રાશન કિટો વિતરણ કરી હતી. જરૂર પડયે બાકીના ગામોમાં જરૂરીયાતમંદ લોકો માટે રાશનકિટો પહોચાડવા ટંકારા કાયાઁલયેથી તા.પં. કારોબારી ચેરમેન ભૂપત ગોધાણી રાશન પહોંચાડાશે.