માર્ચ-એપ્રિલ-મે માસની ફી નવેમ્બર સુધી માસિક હપ્તે ભરી શકાશે શાળાઓ 1 જૂન પહેલાં નહીં જ ખૂલે, 16 એપ્રિલથી સત્ર શરૂ કરવું સંભવ નથી : કૉલેજ-યુનિવર્સિટીમાં 15 મે સુધી વેકેશન મોરબી : કોરોનાને કારણે સર્જાયેલા સંકટમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આ નિર્ણય મુજબ ગુજરાતની કોઈ જ સ્કૂલ આ વર્ષે ફી વધારી નહીં શકે. આ નિર્ણય ગુજરાતની તમામ ખાનગી સ્કૂલોને પણ લાગુ પડશે. જેમાં ગુજરાત બોર્ડની તથા અન્ય બોર્ડની સ્કૂલોનો સમાવેશ થઇ જાય છે. આ ઉપરાંત, એવો નિર્ણય પણ લેવાયો છે કે માર્ચ, એપ્રિલ અને મે મહિનાની ફી નવેમ્બર સુધી જમા કરાવી શકશે. કોઈ વાલી આ ફી માસિક હપ્તે ભરવા માંગતા હોય તો એ સવલત પણ મળશે. વધુમાં, રાજ્યની કોઈપણ સ્કૂલ 1 જૂન પહેલા નહીં જ ખુલે. જ્યારે કૉલેજ અને યુનિવર્સિટીમાં 15 મે સુધી વેકેશન રહેશે. ધોરણ 10 અને 12ની પરિક્ષાઓના પેપર ચેકિંગનું કામ 16 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. કોરોનાને કારણે સર્જાયેલી સ્થિતિમાં વાલીઓને આર્થિક સંકડામણ ન થાય એ માટે આ બધા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/