ટંકારા : કોરોનાનો કહેર ભારે આંતક મચાવી રહ્યો છે. કોરોના સામે લડવા માટે ઘરબંધી એક જ વિકલ્પ હોય સરકાર દ્વારા લાગુ કરાયેલા લોકડાઉનનું ટંકારાના સાવડી ગામ દ્વારા કકડપણે પાલન કરવામાં આવી રહ્યું છે. વિશ્વવ્યાપી કોરોના મહામારી સામે લડવા સાવડી ગ્રામ પંચાયત તેમજ સમસ્ત ગામનાં આગેવાનો, યુવાનો સ્વયં શિસ્તરૂપે કડક નિયમોની અમલવારી કરવા કટિબધ્ધ બન્યા છે. સાવડી ગામના 50 થી વધુ સ્વયં સેવકોએ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવી નીચેના નિયમો, સૂચનોનું ચુસ્તપણે પાલન કરાવવાની નેમ લીધી છે. 1) ગામની કરીયાણાની દુકાનો ખોલવાનો સમય સવારે ૬:૦૦ થી ૧૦:૦૦ તથા સાંજે ૫:૦૦ થી ૮:૦૦ સુધી જ. 2)શાકભાજી માત્ર ગામની જ દુકાને થી ઉપરોક્ત સમયે મળશે. બહારગામ ના ફેરીયાઓ ને પ્રવેશ મનાઇ છે.. (3) ગામનાં તથા બહાર ગામથી આવેલા તમામ શંકાસ્પદ વ્યક્તિઓના મેડીકલ ચેકઅપ ફરજીયાત કરાવવા. 4) ગામના કોઇ પણ ચોક કે શેરીઓમાં ટોળુ જમા ન થવા દેવુ.. 5) બહાર ગામની કોઇપણ વ્યક્તિને ઇમરજન્સી કામ વગર ગામમાં પ્રવેશ કરવા દેવો નહી. 6) ગામમાં સંપુર્ણ દારૂબંધીનો ફરજીયાત અમલ થશે તેમજ તમામ પ્રકાર ના ધૂમ્રપાન ની ચિજ વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 7) તમામ સ્વયં સેવકો સવારે 7 થી રાતના 11 સુધી ફરજીયાત પોતપોતાના પોઈન્ટ પર હાજરી આપશે. 8) ગામમાં તથા રસ્તાઓ પર વારંવાર કામવગર નીકળતા લોકોને અટકાવવા છતા મનમાની કરનારાઓ ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવા માટે પોલિસ સ્ટેશને યાદી તથા ફોટા પાડી ને મોકલવામાં આવશે અને વધુ વિગત માટે પ્રભારી નાગજીભાઇ ચૌહાણ ૯૪૬૫૧૭૧૬૭૮ 8141990009, સરપંચ હેમંતભાઈ ભાગીયા ૯૭૨૫૭૫૫૯૬૧, સદસ્ય જગદીશભાઇ દુબરીયાનો મો. ૭૯૯૦૧૦૯૯૦૧ પર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.