મોરબી : કોરોના સંક્રમણને રોકવા માટે જેતપરડા ગ્રામ પંચાયત દ્વારા તમામ વોર્ડમાં દવાનો છંટકાવ કરવાની કામગીરી ગ્રામ પંચાયતના સરપંચ છગનભાઇ સરૈયા, ઉપસરપંચ ઇન્દ્રજીતસિંહ ઝાલા, માજી સરપંચ અબ્દુલભાઇ શેરસીયા તેમજ દરેક વોર્ડના પંચાયત સભ્યો, તલાટી કમ મંત્રી કોમલબેનના હસ્તે કરવામાં આવી હતી. ગામના તમામ વોર્ડમાં પાણી સાથે દવા મિશ્રણ કરી તમામ રસ્તાઓ, શેરી અને શાળા, મંદિરને પણ સેનિટાઈઝ કરવામા આવ્યા હતાં. આ કાર્યમાં શિક્ષકો અને ગામના યુવાનો પણ હાજર રહ્યા હતાં. આ ઉપરાંત, મહેદ્રનગર ગામના સરપંચ હેતલબેન નરેદ્રભાઈ મૂછડિયા તથા સભ્યોએ જાહેર રોડ-રસ્તા સહીત આખા ગામમા સૅનેટાઇઝેશન કરવામાં આવ્યું હતું. આમ, કોરોનાથી રક્ષણ મેળવવા માટે અનેક ગામોમાં દવાનો છંટકાવ કરી સૅનેટાઇઝેશન કરાયું હતુ.