મોરબી: કોરાના કહેર અને લોકડાઉન વચ્ચે અનેક લોકો જરૂરિયાતમેદોની મદદ કરી અથવા તો અવનવી પ્રવૃતિઓ કરીને જન્મદિવસ ઉજવણી કરી રહ્યા છે. ત્યારે મોરબીના પ્રકૃતિપ્રેમી નિવૃત ફોરેસ્ટ ઓફિસરે વૃક્ષારોપણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. મોરબીના વિજયનગરમાં રહેતા અને નિવૃત ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવી ચુકેલા તથા સમાજના કાર્યમાં હમેંશા તત્પર એવા સુખાભાઈ જી. મકવાણાના આજે જન્મદિવસ નિમિત્તે ગોરખીજડીયા મેઈન રોડ શ્રદ્ધા સોસાયટી પાસે આવેલ અનુ.જાતિ સ્મશાનમાં ૪૦૦થી વધુ અલગ અલગ વૃક્ષનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં વિસ્તારના સતત બે મહિનાથી સેવારૂપી કાર્ય કરતા ધર્મેશભાઈ મકવાણા, સાવનભાઈ વાધેલા, સંજયભાઇ બાલાસરા, હસમુખભાઈ મકવાણા, કૈલાશભાઈ વાધેલા, મહાવીરભાઈ મકવાણા, મનુભાઇ સારેસા, જીતુભાઈ ચાવડા સેવાભાવી વૃક્ષપ્રેમી યુવાનો આગળ આવી મદદરૂપ બની વૃક્ષનું વાવેતર કર્યું હતું.