મોરબી : કોરોનાને કારણે સર્જાયેલી વિષમ પરિસ્થિતિમાં સેંકડો લોકો સેવાકીય પ્રવૃત્તિ માટે આગળ આવ્યા છે, આવી રહ્યા છે ત્યારે આવા સેવાભાવી લોકોની, સંસ્થાઓની અથાક તેમજ નિસ્વાર્થ મહેનતને સરકાર, કલાકારો તેમજ સમાજ શ્રેષ્ઠીઓ પણ બિરદાવી પણ રહ્યા છે. ત્યારે મોરબીમાં સેવાકીય ક્ષેત્રે આગળ પડતું નામ ધરાવતા યુવા આગેવાન અને સેવાભાવી અજય લોરીયા દ્વારા પણ મોરબીમાં જરૂરિયાતમંદ લોકોને રાશનકીટ વિતરણની સાથે તૈયાર ભોજન પોહચડવા માટે રસોડું ચલાવામાં આવી રહ્યું છે. ત્યારે આજે અજયભાઈ લોરીયાની સેવાકીય પ્રવૃત્તિ બદલ લોકગાયક કીર્તિદાન ગઢવીએ અજયભાઈ લોરીયાના સેવાકીય રસોડાની રૂબરૂ મુલાકાત લીધી હતી. અને કીર્તિદાન ગઢવીએ અજયભાઈની સેવા બિરદાવતા જણાવ્યું હતું કે લોકડાઉન લાગુ થયા બાદ અત્યાર સુધીમાં અજય લોરીયાએ આશરે ચારેક હજાર પરિવારોને રાશનકીટ પહોંચાડી છે. રોજ બેથી ત્રણ હજાર માણસોની જઠરાગ્નિ ઠારે છે. આ જોઈ જાણી હું ખુબ અભિભૂત થયો છું, એમ જણાવી કીર્તિદાન ગઢવીએ અજયભાઈને બિરદાવ્યા હતા અને લોકડાઉનનું પાલન કરવા લોકોને અપીલ પણ કરી હતી. https://www.youtube.com/watch?v=AgMvA3X2TyY&feature=youtu.be મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/