મોરબી : મોરબીમાં એપીએલ 1 કેટેગીરી ધરાવતા રેશનિંગ ધારકો માટે આજથી દરેક રેશનિંગની દુકાનોમાં વિનામૂલ્યે રાશનનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે પણ અમુક રેશનિંગની દુકાનોમાં રાશનના વિતરણનો લાભ લેવા લોકોની ભીડ જામી હતી અને સામાજિક અંતર પણ જળવાયું ન હતું. તેમજ પરવાનેદાર દ્વારા વિતરણ સમયે લાભાર્થીઓના હાથની સફાઈ માટે સૅનેટાઇઝર/સાબુની તથા સોશિયલ ડિસ્ટન્સ માટે કુંડાળાની વ્યવસ્થા કરવામાં આવેલ ન હતી. વધુમાં, આજે રેશનકાર્ડનો છેલ્લો આંક 1, 2 હોય તેવા લોકોને રાશન વિતરણ કરવાની સરકારની આ ગાઈડ લાઈનનું પાલન થયું ન હતું. વિતરણ વખતે મામલતદારે દોડી જઈને સૂચના આપી હતી. તેમજ મામલતદાર રૂપાપરા એ DSOને જાણ કરી હતી. આથી, રાશનના વિતરણમાં આવી ક્ષતિઓ થતા મોરબી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા મોરબી વેસ્ટર્ન રેલ્વે કન્ઝ્યુમર સ્ટોર સંચાલિત પંડિત દીન દયાળ ગ્રાહક ભંડાર (સરકાર માન્ય વાજબી ભાવની દુકાન)નું લાયસન્સ તાત્કાલિક અસરથી 45 દિવસ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, નગરપાલિકાના દર્પણ બુચને વ્યવસ્થા સાંભળવા માટે આપેલ હતી. જે આજે ગેરહાજર જોવા મળતા મામલતદારે નગરપાલિકાના ચીફ ઓફિસરને કલ્પેશ ભટ્ટને જાણ કરતા, તેઓ સામે પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/