મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર દ્વારા માન્ય “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા લોકડાઉન દરમ્યાન “ઘરે રહો, સર્જનાત્મક રહો”ના હેતુથી ઘરે બેઠાં ચિત્ર અને શોર્ટ વિડીઓ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મોરબી જીલ્લાના શિક્ષકમિત્રો તથા વિદ્યાર્થીઓ અને વાલીઓ ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં (1) covid-19 થી બચવાં શું કરવું, શું ન કરવું (2) અવૈજ્ઞાનિક વાઇરલ મેસેજીસનું ખંડન (3) રોગ પ્રતિકારક શક્તિ વધારવાનાં નુસખાઓ (4) “ઘરે રહો-સુરક્ષિત રહો” માટેનાં નવાં સૂત્ર (5) કોરોના યોધ્ધાઓ માટેનાં માસ્કોટની ડીઝાઈન વિષયો રાખવામાં આવ્યા છે. આ ચિત્ર અને શોર્ટ વિડીઓ ફિલ્મ વધુમાં વધું બે મીનીટની બનાવીને તા.15/4/2020 સુધીમાં મોકલી આપવાની રહેશે. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબરે આવે તેને પ્રમાણપત્ર તથા પ્રોત્સાહક ઈનામ આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે એલ.એમ.ભટ્ટ મો. 98249 12230, 87801 27202 અને ઈમેલ આઈડી l.m.bhatt9@gmail.com તેમજ દિપેન ભટ્ટ મો. 97279 86386 અને ઈમેલ આઈડી dipenbhatt001@gmail.com પર સંપર્ક કરવા જણાવ્યું છે.