વાંકાનેરના કોટડાનાયાણી ગામના 1 વર્ષના અને હળવદના પાંચ વર્ષના બાળકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા રાજકોટમાં સેમ્પલ લેવાયા મોરબી : મોરબીમાં રવિવારે કોરોનાના બે લોકોમાં શંકાસ્પદ લક્ષણો જણાયા બાદ રાજકોટથી મળતી માહિતી મુજબ રાજકોટ સારવારમાં રહેલા વાંકાનેરના કોટડાનાયાણી ગામના 1 વર્ષના અને હળવદના પાંચ વર્ષના બાળકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના રાજકોટમાં સેમ્પલ લેવાયા છે. રાજકોટની હોસ્પિટલમાં સારવારમાં રહેલા મોરબી જિલ્લાના વાંકાનેરના કોટડાનાયાણી ગામના 1 વર્ષના અને હળવદના પાંચ વર્ષના બાળકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને રાજકોટ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના કોરોના રિપોર્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમના રિપોર્ટ કાલે આવશે. આમ અત્યાર સુધીમાં આજે મોરબી જિલ્લામાં કુલ ચાર લોકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા છે. તેમના કાલે રિપોર્ટ આવશે.