સેનેટાઈઝેશન છંટકાવનો બીજો રાઉન્ડ શરૂ વાંકાનેર : કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીના સમયમાં વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારને જીવાણુ મુક્ત કરવા માટે ભારે જહેમત ઉઠાવાઈ રહી છે. જેમાં વાંકાનેર નગરપાલિકા દ્વારા ટ્રેક્ટરમાં ખાસ ટેન્ક બનાવી સંપૂર્ણ શહેરમાં ગત તા. ૨૫ માર્ચ ૭ એપ્રિલ સુધીમાં પ્રથમ રાઉન્ડમાં પાણી સાથે સોડીયમ હાઇપોકોરાઇડ કેમિકલનું મિશ્રણ કરી વાંકાનેર સેવાસદન, સરકારી હોસ્પિટલ, તાલુકા પંચાયત કચેરી, નગરપાલિકા કચેરી, શાકમાર્કેટ, સિટી પોલીસ સ્ટેશન, તાલુકા પોલીસ સ્ટેશન, પોલીસ ક્વાર્ટર, અનાજના ગોડાઉન તેમજ શહેરી વિસ્તારના દરેક શેરી મહોલ્લાઓ એરિયાને સેનેટાઈઝેશન કરવામાં આવ્યુ હતુ. કોરોના સંક્રમિત ન થાય તે માટે ખાસ શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં રાખી સેનેટાઈઝેશન રાત્રિના ૧૧ થી ૫ વાગ્યા સુધી નગરપાલિકાના ૬ કર્મચારીઓ દ્વારા આ કાર્ય પરિપૂર્ણ કરવામાં આવ્યું હતું. ત્યારે તા. ૮ એપ્રિલથી શહેરને સેનેટાઈઝેશન કરવાનો બીજો રાઉન્ડ શરુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, નગર પાલિકા દ્વારા દરરોજ કરવામાં આવતી સફાઈ બાદ મેઈન રસ્તાઓમાં ૨૫૦ કિલો મેલેથીયેનનો છંટકાવ કરવામાં આવે છે. આ સમગ્ર કામગીરી વાંકાનેર નગરપાલિકા ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા, પ્રમુખ રમેશભાઈ વોરા, પૂર્વ પ્રમુખ જીતુભાઈ સોમાણી તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર દિપકસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફ પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે. એકંદરે વાંકાનેર નગરપાલિકા કોરોનાને અટકાવવા માટે શહેરને સંપૂર્ણ રીતે જંતુમુક્ત કરવા ભારે કમર કરી રહી છે.