પહેલાં ખેડૂતોના પ્રશ્નના નિકાલ અંગે સરકાર યોગ્ય વિચારણા કરે તેવી માંગ ઉઠાવતા માર્કેટીંગ યાર્ડ ચેરમેન મોરબી : હાલમાં લોકડાઉનને કારણે આવશ્યક સેવા સિવાય તમામ કામગીરી ઠપ્પ છે અને માર્કેટીંગ યાર્ડ પણ બંધ છે ત્યારે ખેડૂતોના પાકોનું વેચાણ થાય તે માટે સરકાર માર્કેટીંગ યાર્ડ શરૂ કરવાનું ગંભીર પણે વિચારી રહી છે ત્યારે આ મામલે મોરબીના માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ જિલ્લા કલેકટરે રજુઆત કરી હતી. રજુઆતમાં તેઓએ જણાવ્યું હતું કે ,સરકાર માર્કેટ યાર્ડ શરૂ કરવા વિચારણા કરી રહી છે.પણ માર્કેટ યાર્ડ હાલની લોકડાઉનની પરિસ્થિતિમાં શરૂ કરાઇ તો અનેક પ્રકારની મુશ્કેલીઓ થશે.જેમ કે , માર્કેટ યાર્ડ શરૂ કરવા સૌપ્રથમ મજૂરો જ હાજર નથી.હરરાજીમાંથી વેપારીઓ દ્વારા માલની ખરીદી કર્યા બાદ મોટાભાગનો વેપાર અન્ય રાજ્યો સાથે હોય માલ બહારના રાજ્યમાં મોકલવા માટે ટ્રાન્સપોર્ટ બંધ હોવાથી ભારે મુશ્કેલીઓ પડશે અને વહીવટી મુશ્કેલીઓ પણ પડશે તેમજ માર્કેટ યાર્ડમાં માલ વેચવા ખેડૂતો ઉમટી પડશે તો સામાજિક અંતર જળવાશે નહિ અને લોકડાઉનનો ભંગ થશે. મોરબી જિલ્લામાં મોટાભાગે ઘઉં, ચણા ,જીરું ,કપાસ સહિતના પાકો તૈયાર છે.ત્યારે ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે જિલ્લામાં 2385 અને ચણાની ખરીદી માટે 5500 ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું છે તે ઉપરાંત મોરબી અને ટંકારામાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીના સેન્ટર આવેલા છે.તેથી આ બન્ને સેન્ટરોમાં કપાસની ખરીદી અને પુરવઠા નિગમ દ્વારા ઘઉં અને ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તો યાર્ડમાં સામાજિક અંતર પણ જળવાઈ રહેશે અને લોકડાઉનનો પણ ભંગ નહિ થાય તેથી સરકાર યાર્ડ ચાલુ કરતા પહેલા આ મુદ્દે ગંભીર વિચારણા કરીને યોગ્ય નિર્ણય કરે તેવી માંગ કરી છે.