મોરબી : મોરબી જિલ્લા અધિક કલેકટર કેતન જોશીએ મોરબી જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તાકીદ કરી હતી કે રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસ વધતા હોય, જેથી સુરક્ષાને ધ્યાને લઈને બહારના વ્યક્તિઓને મોરબીમાં આવતા અટકાવવા માટે મોરબી શહેરના ચારેય પ્રવેશ માર્ગ પર ચેક પોસ્ટ ઉભી કરીને વિજિલન્સ ટીમ કાર્યરત કરવામાં આવી છે. જેથી, કોરોના વાયરસ સંક્રમિત થતા અટકાવવા માટે જરૂરી તમામ કામગીરી માટે જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓને હેડ ક્વાર્ટર ન છોડવાની તાકીદ કરી છે.