મોરબી : લોકડાઉન દરમિયાન પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આજે મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અને દવાના જથ્થા સહિતની માહિતી મેળવી યોગ્ય સૂચનો કર્યા હતા. સાથે તેઓએ ફરજ પર રહેલા મેડિકલ સ્ટાફને બિરદાવ્યા હતા. પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આજે મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ કોરોનાના અનુસંધાને હોસ્પિટલની કામગીરી વિષે જાણકારી મેળવી હતી. તેમજ હૉસ્પિટલની પ્રાથમિક જરૂરીયાતો વિશે માહિતી મેળવી હતી. વધુમાં, કોરોના વાયરસની મહામારી સામે બાથ ભીડવા સતત દર્દીઓના ઈલાજ માટે ખડેપગે રહેતા ડોક્ટર્સ, પેરા મેડીકલ સ્ટાફ, નર્સ તથા અન્ય તમામ કર્મચારીઓને પ્રોત્સાહન આપી બિરદાવ્યા હતા. તેમજ મોરબીવાસીઓને 'ઘરે રહો, સુરક્ષિત રહો.'ના સૂત્રને અનુસરી ઘરમાં જ રહી લોકો માટે ફરજ નિભાવી રહેલા કર્મીઓને સહકાર આપવા અપીલ કરી હતી.