રિપીટ સેમ્પલ લવાયેલ મોરબીની સાત વર્ષની બાળકી, સામાકાંઠે રહેતા યુવાન અને ટંકારાની યુવતી તેમજ માણેકવાડાના મૃતક વૃદ્ધના રિપોર્ટ નેગેટિવ આવ્યા વાંકાનેરમાં એમ્બ્યુલન્સની આડમાં અમદાવાદથી આવેલા સાત લોકોના રિપોર્ટ કાલે રવિવારે આવે તેવી સંભાવના મોરબી : મોરબી જિલ્લામાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. ત્યારે મોરબી જિલ્લાના પેન્ડિંગ રહેલા કોરોનાના ચાર રિપોર્ટ અત્યારે જાહેર થયા છે. જે તમામ ચારે ચાર નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે. મોરબી જિલ્લાના કુલ ચાર શંકાસ્પદ કોરોનાના લક્ષણો ધરાવતા લોકોના રિપોર્ટ માટે સેમ્પલ લેવાયા હતા. જેમાં રિપીટ સેમ્પલ લેવાયેલ મોરબીની સાતની બાળકી અને સામાકાંઠે રહેતા યુવકના સેમ્પલ જામનગર લેબમાં મોકલાયા હતા. જે બંનેના જામનગર લેબમાં રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જયારે રાજકોટ ખાતે ટંકારાની મહિલા અને માણેકવાડા ગામના મૃતક વૃદ્ધના રાજકોટમાં લેવાયેલા સેમ્પલના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે. આમ આજે મોરબી જિલ્લાના પેન્ડિંગ ચારે ચાર રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે. જ્યારે વાંકાનેરમાં એમ્બ્યુલન્સની આડમાં અમદાવાદથી આવેલા સાત લોકોના સેમ્પલ લઈ જામનગર લેબમાં મોકલાયા છે. જેમના રિપોર્ટ કાલે રવિવારે આવે તેવી સંભાવના છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/