લોકડાઉન દરમિયાન લોકોને ઘરે બેઠા મોરબી અપડેટના વિશેષ શો અને કોરોનાને લગતી અપડેટ મળી તે માટે સિટીવીઝન કેબલ નેટવર્ક ગ્રુપ દ્વારા એક લોકલ ચેનલ 351 નંબર ફાળવાઈ મોરબી : મોરબીના નંબર વન ડિજિટલ ન્યુઝ નેટવર્ક અને સૌથી વધુ વાંચકો ધરાવતા મોરબી અપડેટ દ્વારા ચાલી રહેલા લાઈવ કાર્યક્રમો સહિતના વિડિઓ અને માહિતી મોરબી જિલ્લાના GTPL કેબલ નેટવેર્કના ધારકોને લોકડાઉન દરમિયાન ઘરે બેઠા મળી રહે તેવું સુંદર આયોજન મોરબીના સિટીવીઝન કેબલ નેટવર્કના સંચાલક દિનેશભાઇ પંડ્યા દ્વારા કરાયું છે. જેમાં હવેથી મોરબી જિલ્લાના કેબેલ નેટવર્કના ગ્રાહકોને GTPL સેટટોપ બોક્સમાં 351 નંબરની ચેનલ પર મોરબી અપડેટના લાઈવ કાર્યક્રમો સહિતના વિશેષ વિડિઓ શો જોવા મળશે. મોરબી જિલ્લાના કેબેલ નેટવર્કના ગ્રાહકોને GTPLની 351 નંબરની ચેનલ પર સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી મોરબી અપડેટના વિશેષ શો 'મહેમાનો ઓહ વ્હાલા' અને મોરબી યુવા જ્ઞાનોત્સવના વક્તાઓની સ્પીચ જોવા મળશે. તેમજ બપોરે 3 થી 5 મોરબીના સ્થાનિક કલાકારોનો ગીત-સંગીતનો લાઈવ કાર્યક્રમ અને સાંજે 5થી 6 વાગ્યા સુધી મોરબી અપડેટનો વિશેષ સંગીત શો 'મેઘધનુષ' જોવા મળશે અને ત્યાર બાદ સાંજે 6 વાગ્યે મોરબી અપડેટનો ગામડાઓ ઉપરનો લોકપ્રિય શો ''એક લટાર ગામડે' જોવા મળશે. આ ઉપરાંત સાંજે 7.30 કલાકે મોરબી જિલ્લાના સમાચારોની લાઈવ અપડેટ પ્રસારિત થશે. આ સાથે દિવસ દરમિયાન મોરબી અપડેટના વિશેષ કોરોના સ્પેશિયલ બુલેટિન જેવા કાર્યક્રમો પણ પ્રસારિત કરવામાં આવશે. ત્યારે હવે આપ મોરબીના નંબર વન ડિજિટલ ન્યુઝ નેટવર્કના લાઈવ કાર્યક્રમો સહિતના વિશેષ વિડિઓ શો સિટીવીઝન કેબલ ગ્રુપના સહયોગથી GTPLની 351 નંબરની ચેનલ પર પણ જોવા મળશે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/