રાજકોટ સારવારમાં રહેલા મોરબીના બાળક અને હળવદની યુવતીના રિપોર્ટ નેગેટિવ આવ્યા : મોરબીની કાલિકા પ્લોટની સાત વર્ષની બાળકીનું સેમ્પલ ફરીથી મોકલાશે : તેનો રિપોર્ટ હવે કાલે આવશે મોરબી : મોરબી જિલ્લામાં એક પોઝિટિવ કેસ નોંધાયા બાદના તમામ શંકાસ્પદ કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ગઈ કાલે સાત લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ગઈકાલે મોકલાયેલા બે બાળકો અને એક યુવતી સહિત ત્રણયના રિપોર્ટમાંથી રાજકોટ સારવારમાં રહેલ બાળક અને હળવદની યુવતીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે મોરબીના કાલિકાપ્લોટમાં રહેતા પરિવારની સાત વર્ષની બાળકીનું સેમ્પલ ફરીથી મોકલવાનું હોવાથી તેનો રિપોર્ટ હવે કાલે જાહેર કરાશે. મોરબીમાં ગઈ કાલે કુલ 3 શંકાસ્પદ લોકોના સેમ્પલ લઇ કોરોના રિપોર્ટ માટે મોકલાયા હતા. જેમાં એક રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલમાં સારવારમાં રહેલ રવાપર રોડ પર રહેતા પરિવારના 3 વર્ષના બાળક તેમજ મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રહેલ કાલિકા પ્લોટમાં રેહતા પરિવારની સાત વર્ષની બાળકી અને હળવદના અજીતગઢ ગામની વતની 18 વર્ષની યુવતીનો સમાવેશ થાય છે. આ લોકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સેમ્પલ કોરોના ટેસ્ટ માટે મોકલાયા હતા. જેમાંથી રાજકોટ સારવારમાં રહેલ અને હળવદની યુવતીના રિપોર્ટ નેગેટિવ જાહેર થયા છે. જયારે હળવદની યુવતી સાથે જામનગર મોકલાયેલા મોરબીના કાલિકાપ્લોટમાં રહેતા પરિવારની બાળકીનો રિપોર્ટ જામનગરની લેબમાં પેન્ડિંગ રાખ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આ બાળકીનું સેમ્પલ ફરીથી લઈને મોકલવાનું હોવાથી તેનો રિપોર્ટ હવે કાલે જાહેર થશે. આમ આજે 3 શંકાસ્પદ માંથી બે નેગેટિવ અને એક રિપોર્ટ પેન્ડિંગ રખાયો છે. ત્યારે તે રિપોર્ટ પણ નેગેટિવ આવે તેવી પ્રાર્થના. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/