મોરબી : ગઈકાલે તા. 9ના રોજ મોરબી તાલુકા પોલીસ દ્વારા રેઇડ પાડવામાં આવતા બીલીયા ગામમાં હિરાના કારખાનાની બાજુમા આવેલ ખુલ્લા પટ્ટમા જાહેરમાં રોકડ રકમ રૂ. 4,730 સાથે જુગાર રમતા વશરામભાઇ મગનભાઇ સાણદીયા (ઉ.વ.૭૨, ધંધો.ખેતી), તારમહમદભાઇ મામદભાઇ સુમરા (ઉ.વ.૭૧, ધંધો. રી.ડ્રા), ભુદરભાઇ વાલજીભાઇ સાણદીયા (ઉ.વ.૭૧, ધંધો.ખેતી), મનસુખભાઇ ઉર્ફે મનુભાઇ અમરશીભાઇ ગામી (ઉ.વ.૬૦, ધંધો.ખેતી), એઝાઝ હાજીભાઇ સુમરા (ઉ.વ.૨૨, ધંધો.મજુરી) તથા ફારૂકભાઇ આદમભાઇ સુમરા (ઉ.વ.૪૦, ધંધો.મજુરી રહે.બધા બીલીયા ગામ)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. મોરબી તાલુકા પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેઓની અટકાયત કરવામાં આવી હતી.