મોરબી : મોરબીમાં ઘણી બહેનો લોકડાઉનમાં સમયનો સદુપયોગ થાય અને કોરોના સામે લોકોને બચાવી શકાય તે માટે ઘરેબેઠા માસ્ક બનાવીને સરાહનીય કાર્ય કરી રહી છે.જેમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા માસ્કની જરૂરિયાત ઉભી થવાથી મોરબીના નવી પીપળી ગામે ભાડે રેહતા નવા આબરણ વાળા કાસુન્દ્રા ભાગવાનજી ભાઈ તરફથી બહેનો દ્વારા ૫૦૦ થી વધુ માસ્ક બનાવવામાં આવ્યા છે. કોરોનાની મહામારી સામે લડવા આ બહેનો ઘેરબેઠાં માસ્ક બનાવીને સામાજીક દાયિત્વ નિભાવીને એક પ્રકારે રાષ્ટ્રની સેવા કરી રહી છે.આ બહેનોનું પ્રેરણાદાયી કાર્ય બિરદાવવા લાયક છે.ત્યારે જોકે આ માસ્ક માટે રબર કે પટીનુ મડ્રીયલ મળતુ નથી .તેથી તજે કોઈ ની પાસે રબરની પતલી પટી કે ગોળ રબર હોય તો મોબાઈલ નંબર ૭૩૮૩૯૪૮૮૧૦ , ૯૭૨૬૯૧૩૭૩૦ ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવ્યો છે.