લોકડાઉનના 16માં દિવસે મોરબી સીટી.એ.ડીવી. માં 30, બી.ડીવી.માં 17, વાંકાનેર સીટી.માં 2, વાંકાનેર તાલુકામાં 12, ટંકારામાં 11, હળવદમાં 5 અને માળીયા મી.માં 6 લોકો સામે ગુન્હો દાખલ થયો મોરબી : 21 દિવસના લોકડાઉનના 16માં દિવસે ગુરુવારે મોરબી જિલ્લામાંથી ધંધાર્થીઓ સહિત કુલ 94 લોકો સામે જાહેરનામા ભંગ બદલ પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. જે મુજબ મોરબી સીટી.એ.ડીવી. વિસ્તારમાં 30, મોરબી બી.ડીવી.માં 17, વાંકાનેર સીટી.માં 2, વાંકાનેર તાલુકામાં 12, ટંકારામાં 11, હળવદમાં 5 અને માળીયા મી.માં 6 સામે લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરતા કુલ 94 લોકો વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી કલમ 188 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે.