મોરબી : હાલમાં સમગ્ર વિશ્વ કોરોના વાયરસ નામની વૈશ્વિક મહામારી સામે લડી રહ્યું છે. જેમાં અનેક લોકો સેવાકીય પ્રવૃત્તિઓ, આર્થિક યોગદાન સહિતની સહાય દ્વારા પોતાનો ફાળો આપી રહ્યા છે. પોલીસ કર્મીઓ, સફાઈ કામદારો સહિતના લોકો કપરા સમયમાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. તેમજ કોરોના સામે બાથ ભીડવા માટે ડોક્ટરો જાનના જોખમે કોરોનાના દર્દીઓનો ઈલાજ કરી રહ્યા છે. ત્યારે ડોક્ટરોના સ્વાસ્થ્યની સલામતીની ખેવના કરી મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલના સ્ટાફને PPE કીટનું વિતરણ કરાયું છે. મોરબીમાં કોઈપણ સમયે કોઈપણ વ્યક્તિને રક્તની જરૂરિયાત ઉભી થાય ત્યારે ખડેપગે રહેતા યુવા આર્મી ગ્રુપ લોકડાઉન દરમિયાન પણ ગરીબો અને અબોલ જીવોની વ્હારે આવ્યું છે. ગ્રુપ દ્વારા લોકડાઉન શરુ થયું ત્યારથી અવિરતપણે સેવાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે ગઈકાલે મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલના સ્ટાફને PPE (પર્સનલ પ્રોટેક્શન ઈક્યુપમેન્ટ) કીટનું વિતરણ કરાયું છે. આ ગ્રુપ દ્વારા જનરલ હોસ્પિટલના કોરોના આઈસોલેશન વોર્ડમાં કામ કરતા સ્ટાફ માટે કોરોના સામે રક્ષણ મેળવવા માટે ઉપયોગમા લેવાતી 20 જેટલી PPE કીટ હોસ્પિટલને આપવામાં આવી છે. આ તકે હોસ્પિટલના તંત્રએ તેઓ માટે આભારની લાગણી વ્યક્ત કરી છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/