મોરબી : વૈશ્વિક મહામારી કોરોના વાયરસને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. એવી પરિસ્થિતિમાં મોરબી શહેરને સ્વચ્છ રાખવાની જેમની જવાબદારી છે, એવા મોરબી નગરપાલિકાના અંદાજે 500 થી વધારે સફાઈ કામદારોને ગઈકાલે તા. 09.04.2020 રોજ કાંતિભાઈ અમૃતિયા (પૂર્વ ધારાસભ્ય), રાઘવજીભાઈ ગડારા (જિલ્લા ભાજપ પ્રમુખ), રિશિપભાઈ કૈલા (મહામંત્રી, મોરબી શહેર), ભરતભાઇ જારીયા (પૂર્વ ન.પા.પ્રમુખ), જે.પી.જેશ્વાણી (પૂર્વ મહામંત્રી મોરબી જિલ્લા) તેમજ નગરપાલિકાના સસદસ્યઓ દ્વારા સેવ તથા ફૂડ કીટનું વિતરણ કરવામાં આવેલ હતું.