મોરબી : મોરબી નગરપાલિકાના એકઝીકયુટીવ ચેરમેન કે. પી. ભાગીયા દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને મોરબી શહેરના તમામ વોંકળાઓની સફાઈ કરાવવા અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવ્યા અનુસાર વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે મહામારી ફેલાઈ રહી છે ત્યારે મોરબી શહેરીજનોના આરોગ્યની જાળવણી માટે મોરબી નગરપાલિકા દ્વારા શહેરના તમામ વોંકળાઓ કે જે શહેરમાં દુર્ગંધયુક્ત પ્રદુષણ ફેલાવી રહ્યા છે. વધુમાં કોરોના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં રોગચાળોના ફેલાય અને લોકોના આરોગ્યની જવાબદારી નગરપાલિકાના શિરે હોવાથી શહેરના તમામ વોંકળાઓની સાફ-સફાઈ કરાવવાની કામગીરી નગરપાલિકા પાસે અગમચેતીના ભાગરૂપે શરૂ કરાવી સમયાંતરે સમીક્ષા કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરવા અપીલ કરાઈ છે. તેમજ શહેરનો જે વિસ્તાર સૅનેટાઇઝેશનથી વંચિત છે ત્યાં દવાનો છંટકાવ કરવા અપીલ કરવામાં આવી છે.