ટંકારા : હાલની સ્થિતિ જોતાં તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કરેલ અપીલના અનુસંધાનમાં ટંકારાના જીવાપર ગામના યુવાનો દ્વારા ગામમાં સ્વેચ્છાએ દાન દેવાની હાકલ કરી હતી. તેના ગણતરીના કલાકોમા રૂ. 1,55,000 જેવી માતબર રકમ એકઠી થઇ ગઈ હતી. આ રકમનો ચેક જીલ્લા કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રી રાહતનિધી ફંડમા આપવામાં આવ્યો છે. આમ, કોરોનાને હરાવવા જીવાપરમાં ફાળો એકત્ર કરી દોઢ લાખનું અનુદાન અપાયું હતું.