જુદા-જુદા 49 પોઇન્ટ ઉપર સ્થાનિક પોલીસ સાથે એસઆરપીનો સ્ટાફ તૈનાત કરાશે મોરબી : મોરબી જિલ્લામાં હાલ સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવામાં આવે છે. ત્યારે મોરબીમાં લોકડાઉનના વધુ કડક અમલ માટે બીજી એક SRPની પ્લાટુંન ફાળવામાં આવી છે. મોરબીમાં લોકડાઉનના અમલ માટે અગાઉ એસઆરપીની એક પ્લાટુંન ફાળવવામાં આવી હતી. આ પ્લાટુંનમાં એસઆરપીના 24 જવાનો સીટી અને અલગ અલગ વિસ્તારોમાં ખડેપગે રહીને ફરજ બજાવી રહ્યા છે. જોકે લોકોની બિનજરૂરી અવરજવર અને બિનજરૂરી પ્રવૃતિઓ યથાવત રહેતા લોકડાઉનના ભંગના કિસ્સા વધતા હોવાથી લોકડાઉનનો વધુ કડક અમલ થાય તે માટે એસઆરપીની બીજી એક પ્લાટુંન મોરબને ફાળવવામાં આવી છે. જેમાં 24 જવાનો છે. તેથી મોરબી એ ડિવિઝનમાં 8, બી ડિવિઝનમાં 8 અને તાલુકા પોલીસ મથક વિસ્તારમાં 8 મળીને 24 એસઆરપી સ્ટાફને ફરજ માટે તૈનાત કરી દેવામાં આવ્યા છે. જુદાજુદા 49 પોઇન્ટ ઉપર સ્થાનિક પોલીસ સાથે એસઆરપીનો સ્ટાફ ફરજ બજાવશે.