એક બાળક રાજકોટ સારવાર હેઠળ : એક મોરબી સિવિલમાં દાખલ કરાયું મોરબી : મોરબીમાં બુધવારે લેવાયેલ સાત શંકાસ્પદ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હાલ જિલ્લામાં એક પોઝિટિવ કેસ છે. ત્યારે આજે મોરબીના બે બાળકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમના સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલાયા છે. જેમા રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં દાખલ મોરબીના 3 વર્ષના બાળકને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેના સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલાયા છે. જ્યારે મોરબીની અન્ય સાત વર્ષની બાળકીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને મોરબી સિવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ અંગે મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ પર રહેતા પરિવારના 3 વર્ષનું બાળક હાલ રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલમાં દાખલ છે. જેને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેના સેમ્પલ લઈ રાજકોટની લેબમાં રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ કાલ સુધીમાં આવાની શકયતા છે. જ્યારે મોરબીના શક્તિ પ્લોટ વિસ્તારમાં રહેતા પરિવારની સાત વર્ષની બળકીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના સેમ્પલ લઈને જામનગર મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં ગઈકાલે લવાયેલા સાત લોકોના સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/