ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામે જરૂરિયાતમંદ લોકોને રાસન કીટનું વિતરણ કરવામાં આવેલ હતું. આ સમગ્ર આયોજનમાં ટંકારા તાલુકાના રાજપુત સમાજના આગેવાનો પ્રદયુમનસિંહ જાડેજા પ્રમુખ તથા વિ.કે. ઝાલા મંત્રી તેમજ રાજપુત કરણી સેના પ્રમુખ રામદેવસિંહ ભગવતસિંહ ઝાલા, રઘુવીરસિંહ હરિસિંહ ઝાલા ઉપપ્રમુખ, કુલદીપસિંહ જગતસિંહ ઝાલા, હરપાલસિંહ વિનુભા ઝાલા, ભગીરથસિંહ ઝાલા, જયેન્દ્રસિંહ જટુભા ઝાલાએ ઉપસ્થિત રહી લોકોને એક અઠવાડીયું ચાલે તેટલો રાસનનો જથ્થો વિતરણ કરવામાં આવ્યો હતો.