જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી રાહતફંડમાં અનુદાન આપ્યું મોરબી : કોરોના મહામારી અંતર્ગત મુખ્યમંત્રી રાહત નીધી ફંડમાં સેંકડો સંસ્થાઓ અને લોકો દ્વારા અનુદાન અપાઈ રહ્યું છે ત્યારે યુવાનો પણ આ કાર્યમાં આગળ વધીને સહાય કરી રહ્યા છે. મોરબીના પંચાસર રોડ સ્થિત કિશનપાર્ક, રાજનગર સોસાયટીમાં રહેતા અને જૂનાગઢની નોબલ હોમિયોપેથી કોલેજમાં પહેલું વર્ષ BHMSનો અભ્યાસ કરતા રાજન બાલકૃષ્ણભાઈ અંબાણીએ પોતાના વીસમાં જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ 5111ની ધનરાશી અર્પણ કરી યુવાનો માટે એક આદર્શરૂપ કાર્ય કર્યું છે.