મોરબી : મોરબીમાં લોકડાઉન દરમિયાન ગરીબોને ભૂખ્યા ના રહેવું પડે તે માટે અનેક સેવાભાવી લોકો આગળ આવ્યા છે. અસાઈત યુવા સંગઠન દ્વારા મચ્છુકાઠા વ્યાસ જ્ઞાતિના નિઃસહાય પરિવારોને તેમજ જરૂરિયાતમંદ ભવાઈ કલાકારોને રાસન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમ પ્રમુખ રાજેશભાઈ કુકરવાડિયા એ યાદીમાં જણાવેલ છે.