મોરબી : મોરબી જિલ્લામાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ ગઈ કાલે બુધવારે એક સાથે કોરોનાના લક્ષણો ધરાવતા સાત કેસો નોંધાયા હતા. જેમાં પોઝિટિવ કેસ નોંધાયો તે વિસ્તાર ઉમા ટાઉનશીપમાંથી 3 લોકો અને અન્ય વિસ્તારના 4 લોકોનો સમાવેશ થાય છે. આ તમામ સાત લોકોના રિપોર્ટ આજે નેગેટિવ આવતા તંત્રની સાથે લોકોએ પણ રાહતનો દમ લીધો હતો. મોરબીમાં બુધવારે કુલ કોરોનાના શંકાસ્પદ લક્ષણો વાળા સાત લોકોને મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ જામનગર લેબમાં મોકલાયા હતા. જેમાં ઉમા ટાઉનશીપમાં રહેતા 4 વર્ષના બાળક, 90 વર્ષના મહિલા વૃદ્ધ અને 25 વર્ષના યુવાન તેમજ જાંબુડિયા પાસે રહેતા પરિવારના 4 વર્ષના બાળક અને ઘુંનડા રોડ પર રહેતા 76 વર્ષના વૃદ્ધ અને મોરબીના પંચાસર રોડ પર રહેતા 27 વર્ષ અને સામાકાંઠે રહેતા 30 વર્ષના યુવાનનો સમાવેશ થાય છે. ત્યારે સૌથી મોટા રાહતના સમાચાર એ છે એ ગઈકાલે બુધવારે જામનગર મોકલેલા મોરબીના બે બાળકો, બે વૃધ્ધો અને 3 યુવાનો સહિત તમામ સાત લોકોના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે ત્યારે ગઈ કાલના તમામ રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો. જોકે આરોગ્ય વિભાગ દ્વારા આવનારા દિવસોમાં લોકોને વધુ સચેત રહેવા અને લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી ઘરમાં જ રહેવા જણાવ્યું છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/