મોરબી : મોરબીમાં લોકડાઉન દરમિયાન ગરીબોને ભૂખ્યા ના રહેવું પડે તે માટે અનેક સેવાભાવી લોકો અને આગેવાનો આગળ આવ્યા છે. તેમજ મોરબીમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જેના પગલે ઉમા ટાઉનશીપમાં આવેલ ગીતાંજલિ ટાવર અને વૈભવ એપાર્ટમેન્ટને લોક કરવામાં આવ્યા છે. તેમજ તેમાં રહેતા લોકોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. ત્યારે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એ ઉમા ટાઉનશીપમાં આવેલ ગીતાંજલિ ટાવર અને વૈભવ એપાર્ટમેન્ટમાં રહેતા 25 પરિવારોને શાકભાજીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.