લોકોને ઘરમાં જ રહીને ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જ્યંતી ઉજવવાની અપીલ કરી મોરબી : વિશ્વભરમાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં કોરોના સંકમણને અટકવવા માટે 14 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. આથી, મોરબી જિલ્લા સ્વયમ સૈનિક દળ દ્વારા મહામારી (covid - 19)ને ધ્યાને લઈને આગામી ૧૪મી એપ્રિલ ૨૦૨૦ ડૉ. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિની ઉજવણી મોકૂફ રાખેલ છે મોરબી જિલ્લા સ્વયમ સૈનિક દળએ જણાવ્યું હતું કે હાલ કોરોનાનો સમગ્ર વિશ્વ આંતક ફેલાયો છે. જેમાંથી ગુજરાત પણ બચી શક્યું નથી, હાલ કોરોનાના કહેરને અટકાવવા માટે ઘરબંધી એક જ વિકલ્પ હોય સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે આગામી ૧૪ મી એપ્રિલે બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જ્યંતી હોય પરંતુ આ વખતે લોકડાઉનને કારણે દરેક જિલ્લાના સ્વયમ સૈનિક દળ દ્વારા ૧૪મી એપ્રિલે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જ્યંતીની ઉજવણી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી, ૧૪ મી એપ્રિલે ઘરમાં રહીને બાબા સાહેબના માનવતા વાદી વિચારોને વેગ આપી ઘરમાં જ બુદ્ધ વંદના કરી ડો.બાબા સાહેબને સેલ્યુટ આપી તેમના પ્રત્યેનું ઋણ અદા કરી સોશ્યલ ડીન્ટન્સ રાખીને અસલી કોરોના વોરિયર્સ બનવાની લોકોને સ્વયમ સૈનિક દળએ અપીલ કરી છે.