ટંકારા : ટંકારાના છતર ગામ પંચાયત દ્વારા હાલની પરિસ્થિતિને અનુલક્ષીને સરકાર કોરોના સામે જંગ લડે છે. જે માટે અનેક લોકો દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબીના ટંકારાના છતર ગામ પંચાયત દ્વારા દાન માટે મળેલી રૂ. એક લાખની રકમ આજે મુખ્ય મંત્રી રાહત ફંડ માટે આપવામાં આવી છે. છતર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ શારદાબેન ચીમનભાઈ અગ્રાવતે આ વાત તલાટી કમ મંત્રી પાલરીયાને કરતા રૂ. એક લાખનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવા માટે આજે ટંકારા તાલુકા પંચાયત ખાતે એ ટિ ડી ઓ. ભિમાણીને ચેક આપ્યો હતો.