મોટાભાગના માર્ગો બ્લોક કરાયા : તમામ માર્ગો પર પોલીસનું સઘન નિરીક્ષણ : બપોર સુધી આવશ્યક ચીજવસ્તુઓની ખુલ્લી રહેતી દુકાનો : જાહેર માર્ગો સુમસામ પણ સોસાયટીઓમાં અમુક લોકો બિનજરૂરી પ્રવૃત્તિઓ કરતા હોય ડ્રોન કેમેરાથી રખાતી વોચ મોરબી : આજે લોકડાઉનનો 16 મો દિવસ છે. ત્યારે સીરામીક નગરી મોરબીમાં તમામ પોલીસ સ્ટાફ જાહેર રોડ અને વિસ્તારોમાં સઘન ચેકિંગ કરી રહ્યો છે. માત્ર જરૂરી કામે નીકળતા લોકોને જવા દેવાની છૂટ અપાઈ છે. મોટાભાગના માર્ગો બ્લોક કરીને તમામ માર્ગો પર પોલીસનું સઘન નિરીક્ષણ ચાલી રહ્યું છે. માત્ર બપોર સુધી આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહે છે. જાહેર માર્ગો સુમસામ પણ સોસાયટીઓમાં અમુક લોકો બિનજરૂરી પ્રવૃત્તિઓ કરતા હોય પોલીસ ડ્રોન કેમેરાથી તેમના પર વોચ રાખીને કડક કાર્યવાહી કરી રહી છે. મોરબીમાં આજે 16માં દિવસે પણ તમામ પોલીસ સ્ટાફ દ્વારા લોકડાઉનનું કડકપણે પાલન કરવામાં આવી રહ્યું છે. જોકે મોરબીમાં એક કોરોનાનો પઝોટિવ કેસ નોંધાયા બાદ તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો બપોર પછી બંધ રાખવાની કલેક્ટર દ્વારા અપીલ કરી હોય, હાલ મુખ્ય બજારમાં બપોર સુધી જ દૂધ અનાજ કરીયાણાની દુકાનો ખુલી રહે છે. માત્ર મેડિકલ શોપ જ દિવસભર ખુલી રહે છે. આથી, સવારથી બપોર સુધી લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓ લેવા આવે છે ત્યારે અમુક જગ્યાએ ભીડને કારણે સામાજિક અંતર ન જળવાયું હોવાની પણ ફરિયાદ ઉઠે છે. પણ બોપર પછી બધું જ સુમસામ બની જાય છે. શહેરમાં એકદમ સન્નટા જેવો મહાલો સર્જાઈ છે. જુદીજુદી જગ્યાએ પોલીસે ચેક પોસ્ટ બનાવી છે અને બિનજરૂરી અવજવર કરાવતા લોકોને અટકાવી દેવાય છે. જો કે બિનજરૂરી અવરજવર ટાળવા માટે પોલીસે મોટાભાગના રસ્તાઓ બંધ કરી દીધા છે. જેમાં નહેરુગેટ ચોકથી શાક માર્કેટ સામેના રસ્તાથી સામાકાંઠે જવાનો રસ્તો બંધ કરી દેવાયો છે. સરદાર બાગ પાસે એક જ રસ્તો ખુલો રખાયો છે. નવા બસ સ્ટેન્ડની સામેનો રસ્તો, શહેરમાંથી સામાકાંઠે જવાનો વન-વે માર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે અને સ્ટેશન રોડ પરથી જરૂરી કામ માટે લોકોને જવા દેવાય છે. આ રીતે અગાઉથી એક જ પુલ ચાલુ રાખી બેઠો પુલ અને પાડા પુલ તેમજ મુખ્યમાર્ગોના ડબલ પટ્ટીના એક માર્ગને બંધ કરી દેવામાં આવ્યા છે. જોકે જાહેર રોડ ઉપર તો લોકોની બિનજરૂરી અવરજવર અંકુશ છે પણ અંદર શેરી ગલીઓ અને સોસાયટીઓ લોકો ટોળે વળીને બેઠા હોય કે ભીડ કરતા હોવાથી લોકોની આ બિનજરૂરી પ્રવૃતિઓ પર નજર રાખવા પોલીસ સતત ડ્રોન કેમેરાથી નિરીક્ષણ કરી રહી છે અને સોસાયટીઓ લોકડાઉનનો ભંગ કરતા ડ્રોન કેમેરામાં નજરે ચડે તો તેમની સામે કાર્યવાહી કરાઈ છે. આમ, એકંદરે મોરબીમાં શાંતિનું વાતાવરણ છે. તેમજ રાત્રે નગરપાલિકા દ્વારા જુદાજુદા વિસ્તારોમાં સેનિટાઈઝેશનનો છટકાવ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મોરબીમાં ગઈકાલે નોંધાયેલા 7 શંકાસ્પદ કેસોના રિપોર્ટ આજ સાંજ સુધીમાં આવશે. ત્યારે આ તમામ રિપોર્ટ નેગેટિવ આવે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/