મોરબી : મોરબીના નવલખી રોડ પર આવેલ લાયન્સનગરના શિવધારા એપાર્ટમેન્ટમાં રહેતા ભાડુઆત પર મકાન માલિક સહિત ચાર લોકોએ મકાન ખાલી કરી આપવા બાબતે બોલાચાલી કરી હુમલો કરતા ભાડુઆતે બી.ડીવી.પો. સ્ટે.માં ફરિયાદ નોંધાવી હતી. આ મામલામાં એક યુવકને ધાક-ધમકી મળતા તેને ડરીને આપઘાત કરી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સેંટમેરી ફાટક પાસે આવેલ લાયન્સનગર વિસ્તારમાં સતનામ અપાર્ટમેન્ટમાં રહેતા અને રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા 37 વર્ષીય અશોકપરી ચકપરી ગોસ્વામી એ ગત મોડી રાત્રીના એપાર્ટમેન્ટમાં ત્રીજા માળની બાલ્કનીમાંથી નીચે ઝંપલાવ્યું હતું. જેમાં તેઓ વીજળીના તાર પર પડતા શોટ લાગ્યો હતો. જેનાથી તેઓનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વિશ્વાસ કાનજી પાટડીયાને ભાડે આપેલું મકાન ખાલી કરાવવા બાબતે ભાડુઆત સાથે ઝગડો થયો હતો. જેથી, વિશ્વાસના મળતીયા એવા અબુ મુસા અને રાજુ પરમાર ગત મોડીરાત્રીના સતનામ એપાર્ટમેન્ટ ગયા હતા અને ધાક ધમકી દેતા હતા. આથી, ડરના માર્યા અશોકપરી ગૈાસ્વામી એ આપઘાત કરી લીધો હતો.